Dubai Travel Guide in Gujarati

દુબઈ એટલે કે UAE (યુનાઇટેબ અરબ અમીરાત) મિડલઈસ્ટમાં આવેલું અજાયબીયોથું ભરેલું નયનરમણીય શહેર. આમ તો યુએઇની રાજધાની એટલે કે કેપિટલ અબુધાબી છે પરંતુ ઔદ્યોગિક શહેર તરીકે દુબઇ પોતાની ખૂબસુરતીના લીધે દુનિયાભરના સહેલાણીઓને પોતાની તરફ આક્રર્ષિત કરે છે. દુબઇએ પાછલા ત્રણ દાયકા (દસક)માં ખાસ કરીને 1990 પછી ઔદ્યોગિક દ્રષ્ટિએ ખૂબ જ મોટી છલાંગ લગાવી છે. તેને એક ટૂરીઝમ તરીકે વિકસીત કરવામાં અહીંના શેખ(રાજા)નો ખૂબ જ મોટો હાથ છે. જેઓએ પોતાની દીર્ઘદ્રિષ્ટથી આ શહેરની દુનિયાભરમાં પોતાની અલગ જ છાપ અને ચમક ઊભી કરવામાં ખૂબ જ મદદ કરી છે. આમ તો દુબઇ સહેલાણીઓનું સૌથી પસંદગીનું શહેર છે સાથે સાથે 100 થી પણ વધારે અન્ય દેશોના લોકો અહીં એક સાથે રહેતા જોવા મળશે જે એક વિવિધ પરંપરાઓનું (મલ્ટીકલ્ચર) દ્રષ્ટિબિંબ છે. દુનિયાભરની વિવિધ મોટી-મોટી કંપનીઓની ઓફિસો અને વલ્ડ્ર ક્લાસ યુનિવર્સીટી પણ અહીં આવેલી છે.

\દુનિયાભરમાં જે લોકો ફરવાનાં શોખિન છે તે એક વાર દુબઇની મુલાકાત તો અવશ્ય લે જ છે. તેમાં પણ ભારતીયો ખૂબ જ મોટા પ્રમાણમાં અહીં આવતા હોય છે. અહીં આવો એટલે તમને સાફસુથરા રોડ, મોલ્સ, બાગ-બગીચાંઓ ઉપરાંત આંખો ને ચકિત કરનારી લાઇટ્સ અને તોતિંગ ઇમારતો તમને પહેલી નજરમાં જ અમેરિકા કે યુરોપના દેશોને ઝાંખી કરાવી દેશે.

આજે અમે અહીં આપની સમક્ષ આ પોસ્ટ દ્વારા દુબઇના ફરવા લાયક સ્થળો ઉપરાંત થોડી અન્ય માહિતીઓથી સજાગ કરીશું. આશા છે, આપને આ પોસ્ટ ગમશે અને તમે તમારા મિત્રો કે સગાંઓ સાથે Dubai Travel Guide in Gujarati તમે શેર કરશો અને ખૂબ પસંદ પડે તો કમેન્ટ અવશ્ય કરશો.

Table of Contents

દુબઇની મુખ્યભાષા (Language)

અરબી અને અંગ્રેજી – પણ તમે હિન્દી બોલશો તો કોઇપણ તમારી સાથે વાત કરશે કેમ કે હિન્દી મોટા ભાગના અરબી લોકો બોલે જ છે કારણ કે અહીં લગભગ 20 લાખથી પણ વધારે ભારતીયો રહે છે.

દુબઇનું ચલણ (કરન્સી) – Dubai Currency

દુબઇની મુખ્ય ચલણી નાણું (કરન્સી – Dubai Currency) દિરહમ છે. જે ડોલરમાં મુકાબલે મુખ્યત્વે 3.65 થી 3.67ની વચ્ચે જ હોય છે. (બે દેશો યુકે અને યુએઇના કરાર મુજબ) એટલે કે 100 ડોલરના લગભગ 365 થી 367 દિરહમ બની શકે. 1 દિરહમ એટલે કે ભારતના 18-19 બની શકે જે ડોલરના મુકાબલે સમયાનુસર ઉપર-નીચે થાય છે.

ટ્રાન્સપોર્ટ (Transport)

Dubai Travel Guide in Gujarati

અહીં ટેક્સી, બસ અને મેટ્રોની ખૂબ જ સારી સગવડ છે. દરેક મોલમાં મેટ્રો દ્વારા જઈ શકો છો. મેટ્રો ટ્રેન એ સંપૂર્ણપણે કમ્પ્યુટર સંચાલિત હોય છે જે ડ્રાઇવર વગર ચાલતી હોય છે. મેટ્રોની સાથે સાથે બસની સગવડ પણ એટલી જ આરામદાયક છે અને સંપૂર્ણ રીતે એસીની સુવિધાવાળી છે અહીંના બસ સ્ટોપ પર પણ એસી જોવા મળશે. મેટ્રો અને બસમાં ખાવાપીવાની સખત મનાઇ છે CCTV અને કેમેરા લગાડેલા હોય છે જેના દ્વારા દરેક યાત્રીઓ પર બારીકાઇથી નજર રાખવામાં આવે છે.

દુબઈમાં શું ન કરવું ? (Restrictions in Dubai)

તમે ઝેબ્રા ક્રોસીંગથી જ રોડ કરી શકો છો. જો તમે અન્ય કોઇ જગ્યાએ થી અથવા રોડના વચ્ચેથી ક્રોસ કરતા પકડાશો તો તમારે 400 થી વધુ દિરહમ દંડ આપવો પડશે. જે ભારતના ચલણ અનુસાર 7500 રૂ જેટલો હોય છે.

જાહેરમાં તમે શરાબ કે ખોટી પ્રવૃત્તિ જેવી કે ઊભા ઊભા પેશાબ, તમાકુ કે પાનની પીચકારી મારવી, ગાળાગાળી કે મારામારી પણ તમે નથી કરી શકતા. જો આવું કરતાં પકડાશો તો પણ દંડ થઈ શકે.

અહીં આવી તમે સોશયલ મિડીયા પર કંઇ પણ ખોટી પ્રવૃત્તિ નથી કરી શકતા. વોટ્સઅપ વીડીયો અને ઓડીયો કોલ અને ફેશબુક કોલ કે બીજા બધાં જ કોલ બ્લોક કરવામાં આવ્યા છે. અહીં માત્ર વોટ્સએપ કે ફેસબૂક અને અન્ય એપ્લીકેશન પર મેસેજ દ્વારા અથવા ઓડીયો મેસેજ દ્વારા જ ચેટ કરી શકો છો. વિડીયો કોલ માટે અન્ય એપ્લીકેશન સરકારના નિયમો મુજબ ઉપબલબ્ધ છે જેના તમારે અલગથી ચાર્જ અને ડેટા ચાર્જ પણ આપવા પડશે.

મેટ્રોમાં અને બસમાં તમે મહિલાઓના ડબ્બાઓમાં કે મહિલાઓની સીટ ઉપર બેસી નથી શકતા કે ચાલુ મુસાફરીમાં ખાવાનું કે પાણી નથી પી શકતા. મેટ્રો અને બસમાં મશીન ઉપરથી કે કાઉન્ટર પરથી ટિકીટ લેવી પડે છે અને કાર્ડ પણ મળે છે જેના દરો ઝોન પ્રમાણેના હોય છે.

તાપમાન અને ફરવાનો સમયગાળો (Weather & Travel season)

દુબઇ આવો એટલે સૌથી મોટો પ્રશ્ન ક્યારે આવવું. અહીં મુખ્યત્વે બે જ સીઝન હોય છે. ગરમી અને હળવી ઠંડી (એટલે કે તાપમાન 15 ડિગ્રીથી 25 ડિગ્રીની વચ્ચે). ગરમીની સિઝન એપ્રિલથી ઓકટોબર સુધીની હોય છે અને હળવી ઠંડી તમને નવેમ્બરથી માર્ચ સુધી જોવા મળશે. વરસમાં ચાર-પાંચ દિવસ આંશિક વરસાદના ઝાપટા પણ જોવા મળશે. ભારતીય લોકો ફરવા માટે ખાસ કરીને એશિયાના ઓકટોબર થી માર્ચ-એપ્રિલ સુધી આવવાનો આગ્રહ રાખે છે.

વિઝા અંગેની માહિતી (Dubai Visa Guide)

યુરોપિયન અને અન્ય દેશો માટે જેની પાસે બ્રિટીશ કે અમેરિકન પાસપોર્ટ છે તેમને વિઝાની જરૂર નથી. જ્યારે ભારતીયોને અહીં ફરવા આવવા માટે વિઝાની જરૂર હોય છે. ટ્રાન્ઝિટ વીઝા 72 કલાકના માત્ર 50 દિરહમ આપો એટલે એરપોર્ટ પર જ મળી જશે. જો કે વિઝીટ વિઝા 15, 30, કે 90 દિવસના પણ મળે છે. સાથે સાથે સીંગલ અને મલ્ટીપલ એન્ટ્રી વિઝા પણ ઉપલબ્ધ છે. ટૂરીસ્ટો માટે મોટેભાગે વિઝા 15 થી 30 દિવસના 325 દિરહમની આસપાસ મળે છે. જ્યારે 90 દિવસના વિઝા 800 થી 900 દિરહમમાં ટ્રાવેલ એજન્ટ દ્વારા કાઢી આપવામાં આવે છે. વિઝા માટે માત્ર 1 પાસપોર્ટ સાઇઝનો ફોટા (સફેદ બેકગ્રાઉન્ડ) અને સાથે પાસપોર્ટના પહેલાં અને છેલ્લાં (સરનામું વાળા) પેજની નકલ આપવાની હોય છે. વિઝા મોટે ભાગે 2-3 દિવસમાં સહેલાઇથી મળી જાય છે એમ્બેસીના ચક્કરો કે કોઇપણ જાતના ફોર્મ ભરવાની જરૂર નથી. જો તમે એમિરાત્સ એરલાઇનમાં ટિકીટ બૂક કરાવો તો ઓનલાઇન વિઝાનું ઓપશન પણ છે એટલે કે એમિરાત્સ એરલાઇનમાં જ તમને વિઝા આપી દેશે. જો કે હવે તો બીજી એરલાઇન્સ પણ ઓનલાઇન યુએઇના વિઝા આપે છે ટિકીટ બૂક કરાવ્યા પછી. ટુરીસ્ટ વિઝા ઇલેકટ્રોનિક વિઝા હોય છે જે ઇમેઇલ દ્વારા આવતા હોય છે, માટે ઓકે ટૂ બોર્ડ કરાવવું જરૂરી નથી.

દુબઇ ફરવાં માટે ઓછાં માં ઓછાં 5-6 દિવસ નો પ્લાન કરીને આવવું જોઇએ. જેમાંથી 3 દિવસ દુબઈના એક દિવસ અબુધાબી ટૂરનો અને 1-2 દિવસ શોપિંગના. આમ તો યુએઇના બીજા શહેરો પણ ફરવા લાયક છે જેવું કે શારજાહ, અલઐન, ફુજેરાહ, રસ-અલ-ખઇમા અને અજમન જે એકંદરે નાના–નાના સ્થળો છે. અલઐનમાં આવેલું ઝૂ (પ્રાણીસંગ્રહાલ્ય) ખૂબ જ મોટું છે અને તે જોવા લાયક છે. પરંતુ લોકો મુખ્યત્વે દુબઇની અને પછી અબુધાબીની મુલાકાત જ લેવાનું રાખે છે.

જો તમે ટૂરમાં આવતાં હોય તો તમારે ટૂર ઓપરેટર પાસેથી ચોક્કસ જ બધી માહિતી મેળવી લેવી જરૂરી છે કે તે લોકો કઇ હોટલ, કઇ-કઇ જગ્યાએ ફેરવશે અને તેમાં તેની એન્ટ્રીની ટિકીટ આવે છે કે નહીં.

અત્યારે ટૂરીસ્ટો માટે દુબઇ સરકારે વેટ પરત કરવાની પદ્ધતી શરૂ કરી છે. જો તમે ઇલેકટ્રોનિક્સ આઇટમ જેવી કે મોબાઇલ, કેમેરાની ખરીદી કરશો કે તેની ઉપર જે વેટ (ટેક્સ) ચૂકવો તે તમને એરપોર્ટ ઉપર પરત મળશે. જેને planet free તરીકે ઓળખવામાં આવે છે. તે માટે તમારે ખરીદી કરતી વેળા પાસપોર્ટ-વિઝાની નકલ રાખવી પડશે જેથી કરીને બીલ બનાવતી વખતે દુકાનદાર તેની એન્ટ્રી કરશે જે તમને એરપોર્ટ ઉપર વેટ પરત લેતી વખતે કામ આવે.

મોટાં ભાગની રેસ્ટોરન્ટ અહીં 11 વાગ્યા સુધી ખુલી હોય છે જ્યારે શુક્રવાર અને શનિવારે રાત્રીના 12-1 સુધી ખુલી જોવા મળશે.

અબુધાબીમાં ફરવાં લાયક સ્થળોઃ (દુબઇ થી અબુધાબીનું અંતર રોડ દ્વારા લગભગ 140 કિમી છે અંદાજે દોઢ થી બે કલાક લાગે છે)

Activities in Dubai

શેખ ઝાયેદ ગ્રાન્ડ મોસ્ક (મસ્જિદ) (અબુધાબી) (Shaikh Zayed Grand Mosque Abu Dhabi)

Dubai Travel Guide in Gujarati

દુબઇની ટૂરમાં આવો ને અબુધાબીની આ અદ્રભૂત મસ્જિદ ન જુઓ તો તમારી આ યાત્રા અધૂરી જ ગણાય. 2007માં નિમાર્ણ પામેલી આ મસ્જિદ ખૂબ જ લોકપ્રિય છે. અહીં 40,000 થી પણ વધુ લોકો એક જ સાથે નમાઝ પઢી શકે છે. અંદાજે 30 એકરમાં બંધાયેલી આ મસ્જિદ સફેદ પથ્થરો અને જર્મનીથી આયાત કરેલા સ્વરોવસ્કીના સફ્ટીકનો ઉપયોગથી બનેલા ઝુમ્મરો, મુખ્ય હોલમાં સળંગ કાર્પેટ જે તમે તમારી જીદંગીમાં ભાગ્યે જ જોયા હશે. ટૂંકમાં શબ્દોમાં આ મસ્જિદની કલ્પના જ ના થઇ શકે. મસ્જિદની મુલાકાત લેવા માટે તમારે સવારે 9 થી રાત્રે 10 નો સમય હોય છે નમાઝ દરમ્યાન ટૂરીસ્ટો માટે પ્રવેશ બંધ હોય છે. મહિલાઓ એ ઘૂંટણ સુધીના કપડાં પહેરવાં જરૂરી હોય છે જો ન હોય તો તમને ત્યાં બૂરખા આપવામાં આવશે જેનો કોઇ ચાર્જ હોતો નથી, જે મુલાકાત લીધા પછી પરત કરવાનાં હોય છે. મોબાઇલ કે કેમેરાનો ઉપયોગ કરી શકો છો અને અહીં એન્ટ્રી ફ્રી (કોઇપણ ચાર્જ વગર) હોય છે.

સંપૂર્ણ માહિતી માટે આપ શેખ ઝાયદ ગ્રાન્ડ મોસ્ક (મસ્જિદ)ની નીચેની ઓફિસીયલ વેબસાઇટ પર નજર નાંખી શકો છો.

https://www.szgmc.gov.ae/en/Home

ફેરારી વર્લ્ડ (Ferrari World)

Dubai Travel Guide in Gujarati

ફોર્મુલા વેન કાર રેસીંગના થીમ પર બનેલું ફેરારી વર્લ્ડ અબુધાબી જતાં જ રસ્તામાં આવેલું છે. અહીં તમને જાત-જાતની ચકડોળ (રાઇડ્સ)ની સાથે, ફેરારી કારનું કલેકશન, ફેરારીની ગેમ્સની સાથે સાથે નાના ટ્રેકો પર બાળકો ફેરારી કાર પણ ચલવી શકે છે. ફેરારી વર્લ્ડની ટિકીટના દરો 220 દિરહમની આરપાસથી શરૂ થાય છે જેનાં અલગ-અલગ પેકેજ હોય છે. જો તમે ફેરારી વર્લ્ડમાં દાખલ ન થવા માંગતા હોય તો બહારથી જ ફરીને જઇ શકો છો. તે પણ ખોટું નથી. બહાર તમને ફોટોગ્રાફી અને નાનો મોલ જેવું મળશે. ત્યાં તમને ફૂડ કોર્ટ ઉપરાંત સારું એવું ફરી શકો છે. જો ફેરારી વર્લ્ડ અંદર ફરવા માટે દાખલ થશો તો અંદાજે 2 થી 3 કલાક ઓછામાં ઓછા જશે. જો તમારી સાથે બાળકો હશે તો જરૂર થી તમારે અંદર એન્ટ્રી લેવી જોઇએ ગ્રૂપમાં હશો તો પણ મજા આવશે.

વેબસાઇટઃ https://www.ferrariworldabudhabi.com/


દુબઇમાં ફરવા લાયક મહત્વના સ્થળો


બૂર્જ ખલિફા (Burj Khalifa – Burj khalifa Tower)

વિશ્વની પાંચ મોટી ઇમારતોમાંથી એક એવી બૂર્જ ખલિફા જવા માટે તમારે દુબઈ મોલમાં થઈ જ જવું પડે છે. જેમાં તમને 128 અને 148 ફલોર પર (observation deck) જઇને ઉપરથી તમે દુબઈનો નયનરમ્ય નઝારો માણી શકો છો. લીફટ લગભગ 30-40 એક સેકંડમાં જ ઉપર પહોંચાડી દે છે.  128 ફલોર ઉપરની ટિકીટના દર 130 દિરહમ અને 148 ફલોર પરના 350 થી 550 દિરહમ હોય છે. જેમાં પ્રાઇમ ટાઇમના દરો પણ અલગ અલગ હોય છે.

વધુ માહિતી માટે તમે https://www.burjkhalifa.ae/en/ જઇને શકો છો.

દુબઈ મોલ (Dubai Mall)

વરસે અંદાજિત 5 થી 6 કરોડ લોકો આ મોલની મુલાકાત લે છે. આ મોલમાં 1200 થી પણ વધુ શોપ આવેલી છે, દુનિયામાં ભાગ્યે જ કોઇ એવી બ્રાન્ડ હશે જે તમને દુબઇ મોલમાં ના જોવા મળે. ઇમાર દ્વારા 2008માં બનાવેલ આ દુબઈ મોલમાં 14000 થી પણ વધુ ગાડીઓનું પાર્ક થઈ શકે છે. તેમાં તમે દુબઇ એકવેરીયમ અંડર વોટર પાર્ક, રેઈન ફોરેસ્ટ કેફે, દુબઈ દીનો (ડાયનાસોર), કીડ્ઝાનીયાની મઝા માણી શકો છો. સાથે-સાથે ફાઉન્ટન શો જે દર 45 મિનીટ પછી થાય છે તે પણ ખૂબ જ રોમાંચક હોય છે.

ડેઝર્ટ સફારી (Desert Safari)

ડેઝર્ટ સફારી તમને ટૂર ઓપરેટર દ્વારા જ કરવાની હોય છે જેમાં તમને હોટેલ અથવા તમારા લોકેશન પરથી ટૂરની ગાડીમાં લઇ જઇને ફરાવવામાં આવે છે. ત્યાં પહોંચ્યા પછી રણની વચ્ચે ગાડીમાં 10-20 મિનીટ ફેરવવામાં આવે છે. ત્યાં ઊંટ સવારી (કેમલ રાઇડીંગ), મહેંદી, ડ્રેસ ફોટોગ્રાફી, તનુરા શો, મેજીક શો, બેલી ડાન્સ શો બતાવવામાં આવે છે. અહીં જમવાનું (બૂફે) અને સોફ્ટ ડ્રીંગ અને પાણી ફ્રી હોય છે (જે ટૂરના ભાગરૂપે જ આવી જાય છે) બપોરે 3 થી રાત્રે 9 સુધીની અડધા દિવસની ટૂર હોય છે જેના 100 થી 130 દિરહમ ચાર્જ હોય છે. જેમાં પીકઅપ અને ડ્રોપ સાથે આવી જાય છે.

ધાઉ ક્રૂઝ (ડેરા અને દુબઈ મરીના) (Dhow Cruise – Deira and Dubai Marina)

ધાઉ ક્રૂઝએ બે કલાકની ટ્રીપ હોય છે જેમાં તમને નાની ક્રૂઝમાં ફેરવવામાં આવે છે અને તે મોટે ભાગે સાંજે 7 પછી શરૂ થાય છે. તેમાં બૂફે (વેજ-નોન વેજ) જમવાનું આપવામાં આવે છે. ક્રૂઝમાં બે ભાગ હોય છે. નીચે સંપૂર્ણ એસી હોય છે જ્યારે ઉપરના ભાગમાં કોઇ ક્રૂઝમાં એસી હોય છે અથવા તો ઓપન એરીયા હોય છે. ચાલુ ક્રૂઝમાં તમને મેજીક શો, ડાન્સ શો નીહાળી શકો છે. ધાઉ ક્રૂઝ ડેરા (જૂનું દુબઇ) માં અને દુબઈ મરીના (નવું દુબઇ) બેવ સ્થળો પર ચાલે છે જેના ભાવ સીઝન અને ટૂર પ્રમાણે અલગ-અલગ હોય છે. ડેરામાં તે લગભગ 100 દિરહમની આસપાસ હોય છે જ્યારે મરીના ધાઉ ક્રૂઝના 170ની આસપાસ ચાલે છે.

દુબઈ ફ્રેમ (Dubai Frame)

દુબઈ ફ્રેમ (Dubai Frame) એ ઝબીલ પાર્કની અંદર આવેલી ફ્રેમ છે. જે લગભગ 150 મીટર ઊંચી છે જેમાં ઉપર જઇને તમે એક તરફથી જૂનું દુબઇ અને એક તરફથી નવું દુબઈ જોઇ શકો છો. તે સવારે 9 થી રાત્રે 9 સુધી ઓપન રહે છે અને તેની ટીકીટ બાળકોના 30 અને પુખ્તવયનાઓ માટે 50 દીરહમ છે. પાર્કમાં એન્ટ્રી થવા માટે 5 દિરહમની ફી અલગ આપવાની હોય છે.

ગ્લોબલ વિલેજ (ઓકટોબરથી એપ્રિલ) (Dubai Global Village)

ગ્લોબલ વિલેજનો (Global Village) અર્થ ગુજરાતીમાં દુનિયાવી મેળો. દુનિયાની પ્રમુખ અજાયબીઓ જેવી કે તાજમહલ, ઇજીપ્તના પિરામીડ, એફીલ ટાવર વગેરેના થીમ પર આધારિત અલગ-અલગ પેવેલીયન ઝાંખી સ્વરૂપે બનાવેલા હોય છે અને દરેક પેવેલીયનમાં અલગ-અલગ દેશોની વિવિધ વસ્તુઓ વેચવા માટે મૂકાયેલી હોય છે. અહીં તમે સારી એવી શોપીંગ પણ કરી શકો છો. આ મેળો 5 થી 6 મહિના (ઓકટોબરથી એપ્રિલ) સુધી ચાલે છે અને તેનો સમય બપોરે 3 થી રાત્રે 11 સુધી હોય છે.  Global Village બાળકો માટે રાઇડ્સ પણ હોય છે. વીક એન્ડમાં અહીં સંગીતના સ્ટેજ શો (પ્રોગ્રામ) થાય છે જે આપ મફતમાં માણી શકો છો. અહીં વિવિધ દેશોના ફૂડ સ્ટોલ પણ છે જેથી ખાણીપીણીની ખૂબ જ મઝા આવશે.

દુબઈ મ્યુઝીયમ (Dubai Museum)

બરદુબઈ ખાતે આવેલુ ઐતિહાસીક દુબઈ મ્યુઝિયમ જૂના દુબઈની સાથે-સાથે ઐતિહાસીક કલાગિરીનું બેનમૂન ઉદાહરણ પૂરું પાડે છે. બાળકો સાથે અહીં મોટેરાંઓને પણ ખૂબ જ પસંદ પડશે. અહીં આ એરિયામાં તમને મીનાબાઝારમાં સારી એવી શોપિંગ કરી શકશો અને ગુજરાતી રેસ્ટોરન્ટનો સ્વાદ પણ માણી શકશો.

ડોલ્ફીન (ફીશ) શો Dubai Dolphinarium – Dolphin Show at Creek Park

ક્રીક પાર્કમાં આવેલ Dubai Dolphinarium ડોલ્ફીન શો ખૂબ જ સરસ છે. અહીં તમને ડોલ્ફીન માછલી દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિ બતાવવામાં આવે છે. જેની ટિકીટ લગભગ બાળકોના 50 અને અને મોટાંના 105ની આસપાસ હોય છે. 45 મિનીટનો આ શો હોય છે જે સવારે 11 થી સાંજે  6 સુધીનો હોય છે. વધુ માહિતી માટે આપ નીચેની વેબસાઇટ પર જઈ શકો છો.

https://www.dubaidolphinarium.ae/

મિરાકેલ ગાર્ડન (Miracle Garden)

(Miracle Garden

મિરાકેલ ગાર્ડન એ ફૂલોથી બનેલો નયનરમ્ય બગીચો છે. જેમાં દુનિયાભરના લગભગ 70,000 થી પણ વધુ ફુલો ભેગાં કરીને અલગ-અલગ મોડેલ બનાવવામાં આવ્યા છે. જેમાં સાંજના સમયે લાઇટીંગ પણ સારી એવી થાય છે. ઇમરાન હાશમી અને વિદ્યાબાલન સ્ટારર હમારી અધુરી કહાની હિન્દી ફીલ્મનું હાં હસી બન ગયે ગીતનું શુટીંગ અહીં જ કરવામાં આવ્યું છે. લગભગ 30 દિરહમ એન્ટ્રી ફી હોય છે અને ફરવા માટે લગભગ 2-3 કલાકનો સમય જોઇએ.

મોલ ઓફ ધ એમિરેટ્સ – Mall of the Emirates Dubai Best Mall

Mall of the Emirates

630 થી પણ વધારે આઉટલેટોને સમાવતું ખૂબ જ જાણીતું મોલ ઓફ ધ એમિરેટ્સ Mall of the Emirates (MOE) , દુબઈ મોલ પછીનો સૌથી લોકપ્રિય મોલ છે. અહીં તમને દરેક દેશના પ્રવાસીઓ શોપીંગ કરતા જોવા મળશે. અરબી લોકો પણ આ મોલમાં ખૂબ જ જોવા મળશે. અહીં આવેલો ઇન્ડોર સ્નો પાર્ક જોવા જેવો છે જે તમને સ્વીટઝરલેન્ડમાં હોવાનો અનુભવ કરાવે છે. જેમાં ગરમ કપડાં પહેરીને જવું પડે છે એનું તાપમાન માઇનસ ડીગ્રીમાં સંતુલિત કરેલું હોય છે અને એ એટલું મોટું છે કે તેમાં રોપ-વે પણ છે. દુબઈના પ્રતિષ્ઠીત મોલોમાં Mall of the Emirates ની ગણના થાય છે.

દુબઈ સિટી ટૂર (Dubai City Tour)

દુબઈ સટી ટૂર અડધા થી એક દિવસની હોય છે જે ટૂરીસ્ટ બસ અથવા પ્રાઇવેટ ટૂર ઓપરેટર દ્વારા કરાવવામાં આવતી હોય છે. જેમાં મોટે ભાગે જુમેરાહ બીચ, એટલાન્ટીસ હોટેલ, બુર્જ અલ અરબ, પામ જુમેરાહ, દુબઇ મરીના અને જુમેરાહ મસ્જિદ એવા વિવિધ સ્થળોની મુલાકાત લઇ શકો છો.

શોપિંગ (Shopping)

દુબઇમાં તમે વિવિધ મોલમાં ખૂબ જ સારી એવી શોપિંગ કરી શકો છો. મોલ ઉપરાંત જૂનું દેરામાં નાઇફ સૂક અને તેની આસપાસનો વિસ્તાર સબખા વિસ્તાર ખૂબ જ પ્રચલિત છે લોકલ શોપિંગ માટે. ત્યાં જ આવેલું ગોલ્ડ સૂક (સોનાબજાર) પણ ખૂબ જ પ્રચલિત અને જોવા લાયક છે. નવા દુબઇ એટલે કે બર દુબઇમાં તમે અબરા પાસે અને મીના બાજારમાં ખરીદીનો આનંદ માણી શકો છો. જ્યાં તમને મોટા ભાગે ભારતીય લોકો જ જોવા મળશે. અહીંના લોકલ બજારમાં તમે ભાવતાલ (બારગેનીંગ) કરી શકો છો.

ખાણી-પીણી અને અન્ય- (Food in Dubai)

અહીં તમને દરેક જાતની રેસ્ટોરન્ટ મળશે. વેજ, નોન-વેજ, સી-ફૂડ ઉપરાંત અને ચાઇનીઝ, અરેબિક, ઇજિપ્શયન, લેબનીશ અને મેકડોનલ્ડ, પીઝા હટ, કેએફસી, બર્ગર કીંગ જેવી વિવિધ ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ પણ ઠેર ઠેર જોવા મળશે. અહીંના શાવરમાં (ચીકન અને મટન સેન્ડવીચ) ખૂબ જ પ્રખ્યાત છે જેમાં પણ ઇજિપ્શયન લોકોની રેસ્ટોરન્ટની વાત જ અલગ હોય છે. અહીં બર દુબઈ ખાતે હિન્દુઓનું મંદિર પણ છે જ્યાં તમે પૂજા કરવા જઇ શકો. તેની સાથે જ બાજુમાં મસ્જિદ પણ આવેલી છે. સ્વામી-નારાયણ ધર્મ પાળનારાઓ માટે પણ બર-દુબઇ અને અલ કરામા એરીયામાં ઘણી બધી રેસ્ટોરન્ટમાં કાંદા-લસણ વિના બનાવેલા ભોજનનો આનંદ ઊઠાવી શકો છો.

આ ઉપરાંત બોલીવૂડ પાર્ક (Bollywood Park) જ્યાં અલગ-અલગ ફિલ્મોના સેટ જોવા મળશે જે જોવા જેવું છે. ઉપરાંત ચીલ આઉટ કેફે (https://chilloutindubai.com)  જ્યાં તમને સંપૂર્ણપણે બરફથી બનાવેલા ટેબલ-ખુરશી અને બરફના વાસણોમાં જ ખાવાનું આપવામાં આવે છે જે એક આહલાદ્ક આનંદ આપશે. જ્યાં તમારે માઇનસ ડીગ્રી તાપમાનમાં એટલે કે બરફમાં ગરમ કપડાં પહેરીને જવાનું હોય છે.

દુબઇમાં મોડી રાત્રે પણ કોઇપણ એરીયામાં તમે સહેલાઇથી જઇ શકો છો. જો તમે વીઝીટર હોવ તો તમારી પાસે પાસપોર્ટ-વિઝાની કોપી હોવી જોઇએ અને જો રેસીડેન્ટ હોવ તો ત્યાંની આઈડી હોવી જોઇએ જે જરૂર પડ્યે તમને કામ આવી શકે. તમે ખાસ કરીને રાત્રી દરમ્યાન દુબઇ મરીના અને જુમેરાહ બીચ રેસીડન્સ JBR માં જશો તો ખૂબ જ સારું લાગશે. ત્યાં તમને મોટા ભાગે યુરોપીયન લોકો જ દેખાશે. ત્યાં વિશાળકાય ઇમારતો અને લાઇટ્સ તમારી આંખોને આંજી દેશે.

જીવનમાં એકવાર તો દુબઈની મુલાકાત લેવી જ રહી.

જો તમારે દુબઇની અન્ય માહિતી જોઇતી હોય તો અમારા ઇમેઇલ અથવા કમેન્ટ દ્વારા પૂછી શકો છો.


This Post Has 2 Comments

  1. Poonam Manish Bagariya

    Too good information ..thank you so much…we are planning to Dubai .but no idea how…this helps us a lot

    1. first1blog

      Thanks a lot.

Leave a Reply